BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાતમાં ચોમાસા પહેલાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
4 જૂને ભારતમાં વિધિવત્ ચોમાસું બેસી ચૂક્યું છે, કેરળમાં ચોમાસાના આગમનની સાથોસાથ ગુજરાતમાં પણ પાછલા અમુક દિવસથી છૂટોછવાયો વરસાદ ચાલી રહ્યો છે.
'આકાશમાં વિમાનનું ઍન્જિન ધડાકાભેર નીકળી ગયું', 148 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનારાં જાંબાઝ મહિલા પાઇલટની કહાણી
ટૅમી જો શૂલ્ટ્સે હંમેશાં ફાઇટર જેટ ઉડાવવાનું સપનું જોયું હતું. 1960ના દાયકામાં અમેરિકાના ન્યૂ મૅક્સિકોમાં હોલોમૅન ઍર ફોર્સ બેઝ નજીક એક રાન્ચ (પશુઉછેર કેન્દ્ર) પર તેઓ મોટાં થયાં હતાં, આથી તેમના પરિવારના કોઠાર ઉપરથી ગર્જના કરીને પસાર થતાં પ્લેન જોવાનું તેમને ખૂબ ગમતું.
ગુજરાત : રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારો કોણ છે?
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના ચાર સભ્યોની મુદત આગામી 21-06-2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ ખાલી બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 'ઑપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત કથિત રીતે 'શંકાસ્પદ 362 બાંગ્લાદેશી'ની અટકાયત
ગુજરાતમાં 'ઑપરેશન ડેલ્ટા હન્ટ' અંતર્ગત કથિત રીતે 'ગેરકાયદેસર 362 બાંગ્લાદેશી'ની અટકાયત કરાઈ છે. જેમાં 103 પુરુષો, 188 મહિલાઓ અને 71 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 'શંકાસ્પદ લોકો'ની ડેટાબેઝના આધારે ઓળખ કરાઈ રહી છે અને તેમની સામે 'ડિપૉર્ટ' કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.
ભારતમાં આજથી ચોમાસું શરૂ, કેરળ સહિત તામિલનાડુમાં ચોમાસું બેસ્યું, ગુજરાત ક્યારે પહોંચશે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 4 જૂનના રોજ ચોમાસું લક્ષદ્વીપ ટાપુઓના તમામ વિસ્તારો, કેરળ અને માહેના તમામ વિસ્તારો પર ચોમાસું પહોંચી ગયું છે. જ્યારે તામિલનાડુના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારો અને બંગાળની ખાડી તથા અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
માછલીની એ પ્રજાતિ, જે નર વિના એક લાખ વર્ષ સુધી જીવિત રહી છે
આ માછલી ફક્ત માદાઓ જ ધરાવતા તેના ઝુંડમાં રહે છે. તેની ચાંદી જેવી ચળકતી ત્વચા નિકટવર્તી પ્રજાતિની નર માછલી સાથે ઘસાય છે. અહીં જ તે તેના સાથી નરની પસંદગી કરે છે, પણ ઉત્ક્રાંતિના અસાધારણ વળાંકમાં, માદા માછલીનાં બચ્ચાંઓમાં નર માછલીનાં જનીન કોઈ ભાગ ભજવતાં નથી.
'જ્યાં પગ મૂકો ત્યાં ઉંદર', રાતોરાત પાક સાફ કરી જતા ઉંદરોએ ખેડૂતોની કેવી ખરાબ હાલત કરી
એક ખેડૂતના જણાવ્યા અનુસાર 'તેમના કનોલાનાં ખેતરોમાં પ્રતિ હેક્ટર લગભગ 8,000થી 10,000 ઉંદરો છે.' એક હેક્ટર વિસ્તાર લગભગ રગ્બીના એક મેદાન જેટલો ગણી શકાય.
મુસ્લિમ ધર્મગુરુઓએ ગાયને 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવાની માગ કરી, ભાજપ કેમ મૂંઝવણમાં છે?
ગાયને દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની મુસ્લિમ ધર્મગુરુઓની માગણી પર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઘણા નેતાઓએ ટિપ્પણી જરૂર કરી છે, પણ હજી સુધી એક પણ નેતાએ આગળ આવીને તે માગણીનું સમર્થન કર્યું નથી.
અલ-નીનો : પ્રશાંત મહાસાગરમાં બનનારી એ કુદરતી ઘટના જે ભારતનું ચોમાસું બગાડશે અને દેશમાં મોંઘવારી વધારશે?
અલ-નીનોની સીધી અસર ભારતના ચોમાસા પર પણ થવાની છે કારણ કે ભારતના હવામાન વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આ ચોમાસામાં ભારતમાં 11 વર્ષમાં સૌથી ઓછો વરસાદ પાડવાની શક્યતા છે. ભારતની 50%થી વધુ ખેતીલાયક જમીનો માટે યોગ્ય સિંચાઈ સુવિધા નથી, તે સંપૂર્ણપણે વરસાદી પાણી પર આધાર રાખે છે. તેથી જો વરસાદ ઓછો પડે, તો તેની અસર સીધી ભારતના ખાદ્ય ઉત્પાદન પર પડશે.
ભારત/વિદેશ
મર્લિન મુનરો@100 : એ અભિનેત્રીની કહાણી જેમાં રાજકારણ, સેક્સ, માફિયા સહિત બધું હતું, તેમનું મોત રહસ્ય કેમ બની ગયું?
મૅરલિન મનરોનું જીવન ઉજ્જ્વળ તો હતું, પરંતુ તેમના જીવનમાં ઘણી પીડા પણ હતી. જન્મનાં 100 વર્ષ પછી પણ તેઓ દુનિયાના આકર્ષણનું કેન્દ્ર છે. તેઓ માત્ર એક આઇકન નહોતાં. મૅરલિન મનરો એક શાનદાર મહિલા અને ઉત્તમ અભિનેત્રી હતાં, ભણેલાં-ગણેલાં, રાજકીય રીતે જાગરૂક અને બદ્ધિશાળી. પરંતુ કહી શકાય કે દબાણ તેમના મૃત્યુનું કારણ બન્યું.
'મારી પાસે 40 કિલો સોનું છે, મારા પતિ દર વર્ષે મારા માટે ત્રણ કિલો સોનું ખરીદે છે' - કોણ છે આ 'ગોલ્ડન ક્વીન'?
તાબિંદા પાકિસ્તાની-બ્રિટિશ મૂળનાં છે અને વૈવિધ્યસભર વ્યક્તિત્વ ધરાવે છે. કેટલાક લોકો તેમને કેવળ એક બિઝનેસમૅનનાં પત્ની તરીકે જુએ છે, તો અન્ય લોકો તેમને સફળ બિઝનેસવુમન તરીકે બિરદાવે છે. વળી, તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય સોશિયલ ઍક્ટિવિસ્ટ પણ છે.
દિલ્હી આગ : '15-16 લોકોએ બીજા માળથી કૂદીને જીવ બચાવ્યો', ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ શું કહ્યું?
દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાના અહેવાલ છે, દિલ્હી પોલીસે આ વાતની જાણકારી આપી છે.
નાની પ્લેટ કરતાં મોટી પ્લેટમાં ભોજન લેવાથી વધુ ખવાય છે?
બજારમાં મળતી અને મોંમાં પાણી લાવી દે તેવી વાનગીઓ આપણી સામે હોય તો આપણે તેને ખાવામાં કેવી રીતે કંટ્રોલ રાખી શકીએ? ઓવરઇટિંગથી કેવી રીતે બચી શકીએ?
ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવું છે પણ હવે ઈરાન કેમ પીછેહઠ કરવા તૈયાર નથી, વાત ક્યાં આવીને અટકી છે?
નેતન્યાહૂ પહેલેથી જ ઈરાન સાથે યુદ્ધવિરામ થાય એવું ઇચ્છતા નથી. નેતન્યાહૂ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે જે પણ સમજૂતી કે કરાર થાય એ ખરાબ જ હશે. ટ્રમ્પે એક મુશ્કેલ સ્થિતિમાં ફસાઈ ગયા છે. તેમણે આસાન જીત મળવાની આશામાં યુદ્ધ છેડીને જે મોટી ભૂલ કરી તેનાં પરિણામોમાં તેઓ ખરાબ રીતે ફસાઈ ગયા છે.
ગુજરાત : હવે તમામ સરકારી કામો માટે કેમ અલગ-અલગ સોગંદનામાની જરૂર કેમ નહીં પડે?
સરકારી સેવા માટે કાયદા મુજબ ફૉર્મેટ નક્કી કરાયેલું નથી અને સોગંદનામું કરવું જરૂરી છે તેવી તમામ સેવા માટે એક યુનિવર્સલ ઍફિડેવિટ તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લૅન ક્રૅશનું એક વર્ષ : 'મા દીકરાની કબર પર હજુ તેને ગમતું ખાવાનું લઈને જાય છે'
અમદાવાદ પ્લૅન ક્રૅશના એક વર્ષ પછી પીડિતોના પરિવારો અનેક અનુત્તરિત પ્રશ્નો સાથે જીવી રહ્યા છે: કોકપીટમાં શું થયું હતું? વિમાનની ગતિ શા માટે ઘટી ગઈ હતી? શું આ દુર્ઘટના માનવભૂલ હતી? યાંત્રિક ખામી હતી કે બીજું કંઈક?
ઇંદિરા ગાંધીએ જ્યારે ડૉલરની સામે રૂપિયાને જાણીજોઈને નબળો પાડ્યો
આશરે 60 વર્ષ પહેલાં છઠ્ઠી જૂન, 1966ના રોજ તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ રૂપિયાનું મૂલ્ય 36.5 ટકા જેટલું ઓછું કરી નાંખ્યું હતું.
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન : ભાજપને આઠ-આઠ વાર કરવા પડ્યા હતા રિપીટ
વડોદરાની માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે. તેઓ આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

